નેશનલ ફિલ્મ હેરિટેજ મિશન હેઠળ ભારતે વિશ્વના સૌથી મોટા ફિલ્મ પુનર્પ્રાપ્તિ પ્રોજેક્ટ પર કામ ઉપાડ્યું છે
આદરણીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે
આજે જાહેરાત કરી છે કે રૂ.363 કરોડનાં બજેટ સાથે નેશનલ
ફિલ્મ હેરિટેજ મિશન (એનએફએચએમ) હેઠળ વિશ્વનો સૌથી મોટો ફિલ્મ
રિસ્ટોરેશન-પુનર્પ્રાપ્તિ પ્રોજેક્ટ મંત્રાલય દ્વારા 4 મે 2022ના રોજ એનાયત કરવામાં આવ્યો છે.
રાષ્ટ્રીય ફિલ્મ હેરિટેજ મિશનમાં પુનર્પ્રાપ્તિ ઉપરાંત, ફિલ્મની સ્થિતિનું મૂલ્યાંકન, નિવારક સંરક્ષણ અને ડિજિટાઇઝેશનની ચાલુ જાળવણી
પ્રક્રિયાઓ પણ સામેલ છે, જેમાં કુલ રૂ. 597 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે, જે વિશ્વના સૌથી મોટા ફિલ્મ સંરક્ષણ
મિશનમાંનું એક છે.
હવે આપવામાં આવેલ પુનઃસ્થાપન પ્રોજેક્ટ NFAI ખાતે પૂરજોશમાં શરૂ થવા માટે તૈયાર છે. આ
પ્રક્રિયામાં ફ્રેમ-ટુ-ફ્રેમ ડિજિટલ અને અર્ધ-સ્વચાલિત મેન્યુઅલ પિક્ચર અને
શ્રેષ્ઠ હયાત સ્ત્રોત સામગ્રીમાંથી ધ્વનિ પુનઃસ્થાપનનો સમાવેશ થાય છે. વચગાળામાં, NFAIએ સત્યજીત રેની 10 પ્રતિષ્ઠિત ફિલ્મોની પુનઃસ્થાપના હાથ ધરી હતી જે વિવિધ આંતરરાષ્ટ્રીય
ફિલ્મ ઉત્સવોમાં પ્રદર્શિત કરવામાં આવશે. જેમાંથી પ્રતિદ્વંદીને કેન્સ દ્વારા 2022ની
આવૃત્તિના કાન્સ ક્લાસિક્સ વિભાગમાં પ્રીમિયર કરવા માટે પસંદ કરવામાં આવી છે.
જી.અરવિંદનની 1978ની મલયાલમ ફિલ્મ થમ્પનું
પુનઃસ્થાપિત સંસ્કરણ ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન દ્વારા કાન્સમાં રિસ્ટોરેશન વર્લ્ડ
પ્રીમિયર્સમાં પ્રદર્શિત કરવામાં આવશે, તેને NFAI સાથે સાચવવા માટે પણ સહયોગ કરવામાં આવી રહ્યો છે.
NFHM હેઠળ, અંદાજે 2,200 ફિલ્મો પુનઃપ્રાપ્તિમાંથી પસાર થશે. ફિલ્મ નિર્માતાઓ, દસ્તાવેજી ફિલ્મ નિર્માતાઓ, ફિલ્મ ઇતિહાસકારો, નિર્માતાઓ વગેરેની બનેલી ભાષા મુજબની સમિતિઓ
બનાવીને ટાઇટલ્સને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. અપર્ણા સેન, શ્રીરામ રાઘવન, અંજલિ મેનન અને વેત્રીમારન જેવી પ્રખ્યાત ફિલ્મ
હસ્તીઓ સમિતિનો ભાગ હતા.
સત્યજીત
રેની ફિલ્મો ઉપરાંત,
'નીલાકુયલ' (મલયાલમ)
અને 'દો આંખે બારહ હાથ' (હિન્દી)
જેવી વૈવિધ્યસભર ફીચર ફિલ્મોને પણ આવરી લેવામાં આવશે. NFAI, ફિલ્મ્સ ડિવિઝન અને અન્ય દુર્લભ સામગ્રીના
સંગ્રહમાંથી અત્યંત મહત્વપૂર્ણ શોર્ટ્સ અને ડોક્યુમેન્ટ્રીઝ, જેમાં આઝાદી પહેલાનો સમાવેશ થાય છે, તેને પણ પુનઃસ્થાપિત કરવામાં આવશે કારણ કે ભારતની
વૃદ્ધિને તે જે રીતે વણી લે છે એવું નિરૂપણ બીજા કોઇએ કર્યું નથી.
ભારતીય
સિનેમા, જે હવે સો કરતાં વધુ વર્ષોથી
અસ્તિત્વમાં છે, તે વિશ્વ સિનેમાનાં
સર્વશ્રેષ્ઠમાં ખૂબ જ અનોખું સ્થાન ધરાવે છે. ભારતીય ફિલ્મોની પુનઃસ્થાપનાથી
વર્તમાન અને ભાવિ પેઢીઓને ફરી એકવાર આ ફિલ્મોના ગૌરવને ફરીથી જીવંત કરવાની તક મળશે
જેણે દાયકાઓથી દર્શકોને આકર્ષ્યા છે.